Corona Update: તહેવારોની ઉજવણીમાં કોરોના ભૂલાયો, એકાએક વધવા માંડ્યા કેસ, જુઓ લેટેસ્ટ સ્થિતિ  

છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus)ના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 38,617 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 89,12,908 પર પહોંચ્યો છે. જેમાંથી 4,46,805 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 83,35,110 લોકો સાજા થઈ ગયા છે. 
Corona Update: તહેવારોની ઉજવણીમાં કોરોના ભૂલાયો, એકાએક વધવા માંડ્યા કેસ, જુઓ લેટેસ્ટ સ્થિતિ  

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસ (Corona Virus)ના નવા કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ નવા કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 38,617 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 89,12,908 પર પહોંચ્યો છે. જેમાંથી 4,46,805 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 83,35,110 લોકો સાજા થઈ ગયા છે. 

Total active cases at 4,46,805 after a decrease of 6,596 in the last 24 hrs

Total discharged cases at 83,35,110 with 44,739 new discharges in last 24 hrs pic.twitter.com/YJqMCnFbCJ

— ANI (@ANI) November 18, 2020

સરકારે જણાવેલા આંકડા મુજબ એક જ દિવસમાં કોરોનાથી 474 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો 1,30,993 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 44,739 લોકો ડિસ્ચાર્જ થયા છે. એટલે આમ જોવા જઈએ તો નવા કેસની સરખામણીમાં ડિસ્ચાર્જ થનારાની સંખ્યા વધી રહી છે. 

— ANI (@ANI) November 18, 2020

કુલ 12,74,80,186 કોરોના ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 12,74,80,186 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 9,37,279 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news